Home > કવિતા, ગઝલ, ગીત > તમારા વિનાની સાંજ ડુસકે ચઢી છે

તમારા વિનાની સાંજ ડુસકે ચઢી છે

May 2, 2013

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિનાની સાંજ ડુસકે ચઢી છે…

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે…

તમે નામ મારું લખ્યું’તું કદીક જયાં,
મધુમાલતી એ જ ભીતે ચઢી છે…

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલી પંકિતઓ હોઠે ચઢી છે…

Advertisements
%d bloggers like this: