Home > કવિતા, ગઝલ, ગીત > આંખોને મિંચાઈ જતાં વાર નથી લાગતી

આંખોને મિંચાઈ જતાં વાર નથી લાગતી

May 1, 2013

આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી,
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી…

જીતનો જલસો માણવાની ઉતાવળ ન કર,
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી…

તારી ઊંચાઈનું નાહક અભિમાન ન કર,
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી…

બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર,
કે માળાને પીંખાઈ જતાં વાર નથી લાગતી…

માણી લે હર એક પળ તું આજે,
આંખોને મિંચાઈ જતાં વાર નથી લાગતી…

Advertisements
%d bloggers like this: