Home > કવિતા, ગઝલ, ગીત > ઉતરે છે કેટકેટલાં અરમાનો લઈને પર્વત પરથી

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઈને પર્વત પરથી

April 28, 2013

ઉતરે છે કેટકેટલાં અરમાનો લઈને પર્વત પરથી,
છતાં બધી નદીઓ ને સાગરમાં મળવાનું નથી હોતું…

બધી જ વાતો માની લેવાનું કોઈ કારણ નથી હોતું,
કે બધા પરવાના નું નસીબ જલવાનું નથી હોતું…

લાખો નિરાશાઓ મહિ એક આશા છુપાયેલી હોય છે,
કે રણમાં નું બધું જ પાણી મરિચિકા નથી હોતું…

કયાં સુધી આભાસી મિલનો થી સંતોષ માનશું?
કે જયાં ક્ષિતિજે પણ એમનાં નસીબ માં મળવાનું નથી હોતું…

‘અર્ષ’ ના મરણ બાદ એનું કોઈ જ કારણ ન પૂછજો,
કે આશીકો ના મરણ નું કોઈ જ કારણ નથી હોતું…

Advertisements
%d bloggers like this: