Home > કવિતા, ગઝલ, ગીત, જવાહર બક્ષી > એકાદ ક્ષણ રહે – જવાહર બક્ષી

એકાદ ક્ષણ રહે – જવાહર બક્ષી

April 27, 2013

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે,
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે…

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને,
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે…

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું,
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે…

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં,
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે…

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં,
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે…

– જવાહર બક્ષી

Advertisements
%d bloggers like this: