Home > કવિતા, ખલીલ ધનતેજવી, ગઝલ, ગીત > કાંકરા નાખીને કૂંડાળા ન કર – ખલીલ ધનતેજવી

કાંકરા નાખીને કૂંડાળા ન કર – ખલીલ ધનતેજવી

April 22, 2013

સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાખીને કૂંડાળા ન કર…

લોક દિવાળી ભલેને ઊજવે,
પેટ બાળીને તું અજવાળા ન કર…

આજથી ગણ આવનારી કાલને,
પાછલાં વરસોના સરવાળા ન કર…

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે,
ઈંટને તોડીને ઢેખાળા ન કર…

થઈ શકે તો રૂબરૂ આવીને મળ,
ઊંઘમાં આવીને ગોટાળા ન કર…

– ખલીલ ધનતેજવી

Advertisements
%d bloggers like this: