Home > કવિતા, ગઝલ, ગની દહીંવાળા, ગીત > જીવની ઠંડી હવાય થાય – ગની દહીંવાળા

જીવની ઠંડી હવાય થાય – ગની દહીંવાળા

April 7, 2013

કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય,
તો થાકનોય કંઇક નિરાંતે ઉપાય થાય…

હાલત અમારી જોઇને બીજાય વ્યાકુળ થાય,
પર્વત ઢળી પડે અને સાગર ઊભાય થાય…

અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદનાય થાય…

ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિનાય થાય…

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાંય થાય…

આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણાય થાય…

સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’,
વેરણ તો એવા જીવની ઠંડી હવાય થાય…

– ગની દહીંવાળા

Advertisements
%d bloggers like this: