Home > કવિતા, ગઝલ, ગીત, ચિનુ મોદી ઈર્શાદ > કોક દરવાજો કરી દે બંધ તો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

કોક દરવાજો કરી દે બંધ તો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 6, 2013

શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો…

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો…

આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પેલો ઋણાનુબંધ તો…

લાગણીભીના અવાજો ક્યાં ગયા,
પૂછશે મારા વિશેનો અંધ તો…

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Advertisements
%d bloggers like this: