Home > કવિતા, ગઝલ, ગીત, ચિનુ મોદી ઈર્શાદ > કહી ના શક્યો કોઇને કે ખસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

કહી ના શક્યો કોઇને કે ખસો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 5, 2013

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો,
કહી ના શક્યો કોઇને કે ખસો…

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે,
અને દરવખત આપ ફિક્કું હસો…

સમય નામની બાતમી સાંપડી,
પછી લોહી શું કામ નાહક ધસો…

પડે ડાળથી પાંદડું, એ પછી,
ઇલાજો કરું એકથી એક સો…

ઇલાજો કરું એકથી એક સો,
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Advertisements
%d bloggers like this: