Home > કવિતા, ગઝલ, ગીત, ચિનુ મોદી ઈર્શાદ > આ ઉદાસી કેમ છે – ચિનુ મોદી ‘ઈર્શાદ’

આ ઉદાસી કેમ છે – ચિનુ મોદી ‘ઈર્શાદ’

April 4, 2013

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે,
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે…

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી,
પાંદડાંને કારણે પોપટ હતા, નો વ્હેમ છે…

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ,
નામ સરનામા વગરના કાગળોની જેમ છે…

હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું,
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે…

થાય છે કાયા વગરનો એક પડછાયો હવે,
શેખજી, ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

Advertisements
%d bloggers like this: