Home > અમૃત કેશવ નાયક, કવિતા, ગઝલ, ગીત > નર બળે છે – ‘અમૃત’ કેશવ નાયક

નર બળે છે – ‘અમૃત’ કેશવ નાયક

March 10, 2013

આંખોથી વહે છે ધારા, તોયે જીગર બળે છે,
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે…

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું?
જેની ગલીમાં ઊડતાં, પંખીનાં પર બળે છે…

ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું,
ફિર્યાદ કરું છું તો, જિવ્હા અધર બળે છે…

મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,
વર્ના તમાશો જોશે કે, કેમ નર બળે છે…

– ‘અમૃત’ કેશવ નાયક

Advertisements
%d bloggers like this: